Skip to main content

Posts

આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે - ખલીલ ધનતેજવી

Recent posts

કોઇ આંગણ મારા આંગણમાં ન આવે

તારે કાજે ગઝલ મનોરંજન - મનોજ ખંડેરિયા

કોઇ બીજા ખુદા નથી જોતા

દાસી જીવણવાણી - સંક્ષિપ્ત ભાવદર્શન શ્રેણી - દેખંદા કોઇ આ દિલમાંય...

દેખંદા કોઇ આ દિલમાંય, નીરખંદા કોઇ આ દિલમાંય, પરખંદા કોઇ આ દિલમાંય...ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે.  બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં ઈ રહ્યો રે સમાય, જિયાં જેવો તિયાં તેવો, થીર કરીને થાણા દિયા રે ઠેરાય.....ઝણણણ૦ નવ દરવાજા નવી રમત કા, દસમે મો'લે ઓ દેખાય, સોઈ મહેલમાં મે'રમ બોલે, આપું ત્યાગે ઓ ઘર જાય...... ઝણણણ૦ વિના તાર, વિણ તુંબે, વિના રે મુખે મોરલી બજાય, વિના દાંડીએ નોબત વાગે, વિના રે દીપકે જ્યોત જલાય..... ઝણણણ૦ સોઈ દુ કાને દડ દડ વાગે, કર બિન વાજાં અહોનિશ વાય, વિના અરીસે આપાં સૂજે, એસા હે કોઇ ઓ ઘર જાય...... ઝણણણ૦ જાપ અજંપા સો ઘર નાંહી, ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નાંઈ, સૂક્ષમ ટેકસે વો ઘર જાવે, આપ આપને દિયે ઓળખાય....... ઝણણણ૦ અખર અજીતા અરજ સુણજો, અરજ સુણજો એક અવાજ, દાસી જીવણ સત ભીમનાં ચરણાં, મજરો માનો મારો ગરીબ નવાજ....... ઝણણણ૦ દાસી જીવણ *** શબ્દાર્થ દેખંદા - દૃષ્ટા, નીરખંદા - નિરીક્ષક, પરખંદા - પરીક્ષક ( પરખ કરનાર ) દિલ - અંતઃકરણ, મન, ચિત્ત, કાળજું, શરીર, સ્વભાવ, હૃદય  થાણા - સ્થાન, ઠેકાણું  મે'રમ ((મ્હે) મહેરમ) - વહાલું, મનથી માનેલું મજરો - મુજરો, સલામ *** દેખંદા...... દાસી જીવણ કહ

ઈચ્છા તો થઇ કે લખું વાહ - રોહિત જીવાણી

દૂર જેવા જ પાસ લાગે છે