Skip to main content

આસન લગાવ અંતરમાં

કોઈ    સાધુ,    ફકીરને   ઓળખ,
એ   પ્રથમ   આ   શરીરને ઓળખ.

ધન  વિના   મોજશોખ   માણે   છે,
કોઈ    એવા    અમીરને    ઓળખ.

જ્યાં  સ્વયંનો  અવાજ  પણ  અટકે,
એ   અહમ્ ની   લકીરને     ઓળખ.

તું   ઝવેરી   જ    હો   ખરેખર    તો,
હેમ    ઓળખ,   કથીરને    ઓળખ.

તું   જ   આસન    લગાવ   અંતરમાં,
તું   જ    તારા    કબીરને    ઓળખ.

               હરજીવન દાફડા

Comments

Popular posts from this blog

હરજીવનમાં અવરજવર

હું અને મારી ગઝલ - હરજીવન દાફડા તું અને તારી ગઝલ - હર્ષદ ચંદારાણા

ઇમેજ બનાવનાર નાથાલાલ ર. દેવાણીના આભાર સાથે