Skip to main content

કહે કબીર દિવાના

કહતા હું કહ જાત હું કહું બજાકે ઢોલ,
શ્વાસા ખાલી જાત હૈ લાખ મોલ કે તોલ.

સદગુરુ કબીર સાહેબ કહે છે કે પરમાત્માના નામનું સ્મરણ શ્વાસ શ્વાસ પર કરવું જોઈએ. નામ-સ્મરણ સાથે જોડ્યા વિનાના શ્વાસ ખાલી જાય છે. જેમ ધમણ ખાલી શ્વાસ લે છે એ રીતે માણસ પોતાના આ બહુમૂલ્ય શ્વાસો વેડફી નાખે છે. કબીર સાહેબ કહે છે કે લોકોને ઢોલ વગાડી વગાડીને કહું છું કે આ કીમતી શ્વાસો નકામા ન જવા દો, દરેક શ્વાસ સાથે પ્રભુનું સ્મરણ કરી પોતાને અને પરમાત્માને જાણો, ઓળખો.

-હરજીવન દાફડા

Comments

Popular posts from this blog

હરજીવનમાં અવરજવર

હું અને મારી ગઝલ - હરજીવન દાફડા તું અને તારી ગઝલ - હર્ષદ ચંદારાણા

ઇમેજ બનાવનાર નાથાલાલ ર. દેવાણીના આભાર સાથે