ઓળખ
કોઇ સાધુ, ફકીરને ઓળખ,
એ પ્રથમ આ શરીરને ઓળખ.
ધન વિના મોજશોખ માણે છે,
કોઇ એવા અમીરને ઓળખ.
જ્યાં સ્વયમનો અવાજ પણ અટકે,
એ અહમની લકીરને ઓળખ.
તું ઝવેરી જ હો ખરેખર તો,
હેમ ઓળખ, કથીરને ઓળખ.
તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.
હરજીવન દાફડા
ખુબ સરસ
ReplyDelete