દોહા - હરજીવન દાફડા, ભાવાનુવાદ - નરપત વૈતાલિક
ફોડે ગામ ફટાકડા, ઘર ઘર, શેરી, ચોક,
ઝૂંપડપટ્ટીના લોક, દૂરથી દાઝે દાફડા.
सभी पटाखे फोडते, गली, मुहल्ला चौक,
पर झुग्गी के लोग, दूर जले बस दाफडा।।
પીડ પરાઈ જોઇને, રાખે ઘડીભર રહેમ,
કાયમનો કોઇ પ્રેમ, દાખવતું નથી દાફડા.
पीड़ पराई देख कर, रखते कुछ पल रेह्म।
पर जीवन भर प्रेम, कौन दिखाता दाफड़ा?
શિખર ઉપરની તું ધજા, હું પાયાની ઈંટ,
સઘળે તારી વંદના, હું બેઠી અણદીઠ.
आप शिखर की है ध्वजा, मैं पत्थर की ईंट।
चहु दिश तेरी वंदना, पर मैं रही अदीठ।।
અબળા આ સંસારમાં, જેમ હરણ વન માંય,
ચારેકોરે પારધી, જ્યાં ને ત્યાં ઝડપાય.
अबला इस संसार में, ज्यों हिरनी वन मध्य।
चहुदिश उसके पारधी, पकड़ी जाती सद्य।।
શાળાની નજદીકમાં, છે મારું રહેઠાણ,
પણ કોલસાની ખાણ, ભણવા દે નહીં દાફડા.
इसकुल के ही पास में, हां है मेरा मकान।
मगर कोयला- खान, दे ना पढने दाफड़ा।।
માણસ ઊંચકીને ફરે, ભાષાનો બહુ ભાર,
શબ્દ વિના પણ ચાલતો, પંખીનો વહેવાર.
मनुज उठाकर घूमता, है भाषा का भार।
पर चलता बिन शब्द भी, पंछी का व्यवहार।
રંગોના સૌંદર્યને જોઇ શકે ના અંધ,
ફૂલો ફેલાવી રહ્યાં એના માટે ગંધ.
रंग और सौंदर्य को, देख न पाते अंध।
बस उन के ही वासते, बांटे फूल सुगंध।।
Comments
Post a Comment