એવા છે
એકના બે ન થાય એવાં છે,
તોય મોહી પડાય એવાં છે.
હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.
ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
એય એમાં સમાય એવાં છે.
એની સાથેના અણબનાવો પણ,
એક તોરણ ગુંથાય એવા છે.
માર્ગ કેવા છે એની ઝુલ્ફોના,
હાથ સોનાના થાય એવાં છે.
- સ્નેહી પરમાર
ક્યાં બાત
ReplyDeleteઆભાર
ReplyDelete